DOI: 10.37867/te150220 ISSN: 0974-035X

સામાજિક - આર્થિક વિકાસની દિશામાં કાર્યરત કર્મશીલોની ગાંધી વિચાર પદ્ધતિની વર્તમાન પ્રાસંગિકતા

અશોક આર પુનડિયા, પ્રો. લોકેશ જૈન
  • General Medicine

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી જરૂરતમંદ વર્ગને કેન્દ્રમાં રાખી સર્વાંગીણ વિકાસ માટે એવી પદ્ધતિની વકાલત કરી જે વ્યક્તિ સમાજ અને પ્રકૃતિ સાથે અનુકૂલન ધરાવે છે.વંચિત સમુદાયનો સામાજિક-આર્થિક વિકાસ થાય, સમાજમાં વ્યાપ્ત કુરીતિઓ દૂર થાય, લોકોનું સ્વાભિમાન સચવાય તે માટે એવા સમર્પિત કાર્યકર્તાઓ તૈયાર થાય જે શિક્ષણ પછી ગામ જઇ તે જ્ઞાનનો ઉપયોગ લોકોના વિકાસ માટે કરે, લોક જાગૃતિ માટે કરે, લોકોમાં સંવેદના વિકસાવવા માટે કરે તેવી અપેક્ષાથી ગાંધીવિચાર આધારિત, બુનિયાદી તાલીમ પ્રેરિત સંસ્થાઓની સ્થાપના થઈ. ગાંધીજી દ્વારા સ્થાપિત રાષ્ટ્રીય સ્તરની સંસ્થા ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના 1920માં ગાંધીજી દ્વારા કરવામાં આવી હતી જેના માટે ગાંધીજીને ગર્વ અને સંતોષ હતો. એનો ઉદેશ ખરી આઝાદી લાવવા માટે ગામ લોકોને રચનાત્મક કાર્યક્રમ થકી તૈયાર કરવાનું છે. આ દિશામાં સન 2007 થી ગ્રામશિલ્પી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે જેમાં શિક્ષિત સ્નાતકોને ગામમાં કામ કરવા, ગામ લોકોને બેઠા કરવા માટે પુરુષાર્થી તરીકે તાલીમ આપવામાં આવે છે. એ વિદ્યાર્થીને ગ્રામશિલ્પી તરીકે ઓળખવામાં આવે છે. અહિં ગુજરાતમાં કામ કરતા એવાજ એક ગ્રામશિલ્પી સુરેશભાઈની કામગીરીના સંદર્ભે વિશ્લેષણ કરી તેની સામાજિક-આર્થિક અસરોની સમીક્ષી કરવામાં આવી છે.

More from our Archive