DOI: 10.37867/te150420 ISSN: 0974-035X
પંચમહાલ અને દાહોદ જિલ્લાના ભીલ આદિવાસીઓના તહેવારો અને નૃત્યો (FESTIVAL AND DANCE OF THE BHIL TRIBES OF PANCHMAHAL AND DAHOD DISTRICTS)
વિપુલ કે. બારીયાતહેવારો અને નૃત્યો દ્વારા આદિવાસી સમૂહની સંસ્કૃતિનો ખ્યાલ મેળવી શકાય છે. સાંસ્કૃતિક વિનીમયમાં લોકમેળાઓનું ખુબ મોટુ પ્રદાન રહેલું છે. પુરાતત્વીય સ્મારકો અને પ્રાકૃતિક સૌંદર્યની છલોછલ ડુંગરાળ પ્રદેશમાં ક્યાંક આદિવાસીઓનું તલવાર નૃત્ય ચાલતુ હોય તો ક્યાંક ડામોરોનું ઘેરૈયાના નૃત્યો ચાલતા હોય છે આદિવાસી તહેવારો અને નૃત્યો માત્ર આદિવાસી સમુહોને નથી પરંતુ સંવેદનશીલ દરેક વ્યકતીને આકર્ષવા લાગે છે. આદિવાસી નૃત્યોનો ઉદય આદિમાનવના નૃત્યોથી થયેલો માનવામાં આવે છે. આદિવાસીઓની નૃત્યકળા આજકાલ વ્યવસાયિકે સ્વરૂપ ધારણ કરી રહી છે.પંચમહાલ અને દાહોદના આદિવાસીઓના તહેવારો તેમની આસ્થા,માનતા(બાધા) અને આવતા વર્ષની આગાહીઓની માન્યતાઓ સાથે ઉજવવામાં આવે છે. આદિવાસીઓના તાહેવારો અને નૃત્યો સામાજિક ઉપરાંત ધાર્મિક દ્રષ્ટિએ પણ વિશેષ મહત્વના છે.